અનુસ્નાતક વિભાગમાં ગણિતના વ્યાખ્યાતાની પસંદગી સમિતિમાં આવી પ્રશ્નોત્તરી થતી હોય તે દેશની ભાવિ પેઢી વિશે શું કહેવું?
Expert Give an example of conservation of momentum. (અગણિત(!)જ્ઞો માટેઃ વિજ્ઞાનમાં ૮મા ધોરણમાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સરખા અને વિરૂદ્ધ દિશામાં હોય છે, તે અંગેની વાતચીત થઇ રહી છે.)
Candidate: Sorry, I do not recall.
E: (સહાયના આશયથી! અને તે પણ ગુજરાતીમાં) ધારોકે બે સળીયા પર દોરી વડે લોખંડના પાંચ દડા એકબીજાને અડોઅડ લટકાવ્યા છે. એક તરફથી એક દડો દૂર લઇ જઇ છોડવામાં આવે તો તે પેલી દડાઓની હારને અથડાય છે, તેની સામેની બાજુથી એક દડો છુટો પડી દૂર જાય છે અને પાછો આવી અથડાય છે. આમ ચાલ્યા કરે છે. એક તરફથી બે દડા દૂર લઇ જઇ છોડવામાં આવે તો તે પેલી દડાઓની હારને અથડાય છે, તેની સામેની બાજુથી બે દડા છુટો પડી દૂર જાય છે અને પાછો આવી અથડાય છે. આમ ચાલ્યા કરે છે. આના વિષે આપનું શું કહેવું છે?
C: મૌન
Other Expert: આ પ્રયોગ સ્કુલના બાળકો વિજ્ઞાન મેળામાં કરતાં હોય છે. આનું નામ કહી શકો?
C: ના સાહેબ
Other Expert: આ પ્રયોગ સાથે સંકળાયેલા ગણિતજ્ઞનું નામ કહી શકો?
C: સાહેબ ખ્યાલ નથી.
Other Expert: આ પ્રયોગ ગણિતની કઇ શાખામાં આવે છે તે કહી શકો?
C: (Confidently): Topology (સાચો જવાબ છે Mechanics)
Other Expert: આપની Ph.D. અને M.Phil. theses માં આપે Newtonian Flow વિષે અભ્યાસ કર્યો છે અને તેના શીર્ષકમાં જ Newtonian Flow શબ્દો આવે છે. તમને લાગે છે કે આ પ્રયોગ સાથે ક્યાંક Newtonનું નામ સંકળાયેલું છે?
C: ના સાહેબ ન્યૂટનને આવી કોઇ શોધ કરી નથી.
First Expert: Could you explain Newtonian Flow? Or say for example, the flow of blood in our body – is it Newtonian?
C: Non-Newtonian
F.E.: Fine, but under certain situation it is considered to be Newtonian. Could you describe when?
C: Yes sir, when the molecular structure of the blood changes, it becomes Newtonian.
No comments:
Post a Comment